ભારતમાં તો આપણે સરળતાથી UPI ક્યુઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરીએ છીએ. મોબાઈલમાં રહેલી એપ દ્વારા બહુ આસાનીથી પૈસાની ચૂકવણી થઈ જાય છે. પરંતુ પરદેશ જવાનું થાય ત્યારે ત્યાં નાણાકીય લેવડ-દેવડ એટલી સરળ નથી.

હવે જોકે તેમાં સરળતા આવી છે. યુરોપે ભારતની UPI પેમેન્ટ સિસ્ટમ અપનાવી લીધી છે. તેના કારણે યુરોપ જતા પ્રવાસીઓ UPI દ્વારા એટલે કે મોબાઈલ પેમેન્ટ એપથી ચૂકવણી કરી શકશે. અલબત્ત, અત્યારે આ શરૃઆત કેટલાક દેશોમાં થઈ છે, પરંતુ આગામી દિવસોમાં આખુ યુરોપ આવરી લેવાશે.

તેના કારણે ભારતથી યુરોપ જાતાં પ્રવાસીઓને ઘણી સરળતા રહેશે. ઉપરાંત યુરોપ જનારા પ્રવાસીઓની સંખ્યા પણ વધશે. ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ થઈ શકે પરંતુ તેમાં ચાર્જ ચૂકવવાનો થાય. એ ઉપરાંત કાર્ડ વપરાશ વખતે ખોવાઈ જવાનો અને બીજા કેટલાક ભય રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *